ગણપતી દાદા

ચતુર્માસમાં વધારે વારંવાર નાના-મોટા તહેવાર આવતા હોય છે. તહેવારોનું મુળ કારણ મને લાગે છે કે આ બહાને માણસો કાંઈક ને કાંઈક આનંદ કરે, ખાસ કરીને લોકોમાં અને તેમાંય યુવાનોમાં ગણેશજી અને કૃષ્ણ પ્રખ્યાત છે. તેમના કોઈ તહેવારો ધામધુમથી મનાવાય છે.

અમારે અહિંયા ઘરની બાજુમાં ગણપતી ઉત્સવ હિન્દુ-મુસ્લીમ ભાઈઓ બંન્ને ભેગા મળીને આ ઉત્સવ ખુબ ધામધુમથી મનાવે છે. જાણે એમ જ લાગે કે એકતા અહિંયા જ છે.

આ ગણેશ ઉત્સવ ખરેખર તો મહારાષ્ટ્રીય લોકોનો છે પણ હવે આખો દેશ તેમનુ અનુકરણ કરીને ઉત્સવ મનાવા લાગ્યો છે.

કહેવાય છે તે ગણેશજી પ્રથમ પુજ્ય મનાય છે. કોઈપણ ધાર્મિક વિધિ કરવામાં સૌ પ્રથમ ગણપતીની પુજા કરવામાં આવે છે. દક્ષીણ ભારતના કોઈપણ હિન્દુ મંદીરમાં જઈએ તો પ્રથમ ગણપતી દાદાની મુર્તી આવે તેના દર્શન કરવાના પછી અંદર જે તે ભગવાનની મૂર્તી હોય તેના દર્શન કરવાના.

ગણપતી તેમાંય જમણી સુંઢવાળા હોય તે શુભતાનું પ્રતિક છે.

આ બધુ તો જેવી જેની શ્રધ્ધા. માનો તો પત્થર પણ ભગવાન.

 

Image